અમેરિકા મહાન રાષ્ટ્ર આ રીતે બન્યું છે
June 18, 2025•500 words
આભડછટ બાબતે પણ આવું થઈ શકે?
અમેરિકા મહાન રાષ્ટ્ર આ રીતે બન્યું છે 🙏
એપ્રિલ 2020 કોરોના સમયની ઘટના છે અમેરિકાના સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં એક નાનું એવું પક્ષી અભ્યારણ છે. ત્યાં એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરતી મહિલા નામે એમી કૂપર પોતાના પાળેલાં કુતરા સાથે પક્ષીઓ જોવા આવે છે.
ત્યાં એક ગાર્ડ રાખવામાં આવેલ હતો. જે કાળા સમુદાયનો વ્યક્તિ હતો. તેણે જોયું કે એમી કૂપર જે પાળેલું કૂતરું લઈને આવી હતી તેના ગળામાં પટ્ટો ન હતો. એટલે ગાર્ડ દ્વારા તેને રોકવામાં આવી અને સખ્તાઈથી કહ્યું.. મેડમ તમે અંદર નહીં જઈ શકો તમે પહેલાં કૂતરાના ગળામાં પટ્ટો બાંધી લો! પટ્ટા ના અંકુશ વગરનો કૂતરો પાર્કમાં દોડાદોડી કરશે તો પક્ષીઓને ખલેલ પહોંચશે.
એમી કૂપર માની નહીં તેણે કૂતરાને વગર પટ્ટે અંદર લઈ જવાની જીદ્દ કરી. ગાર્ડ વધુ સખ્ત થયો તો એમી કૂપર ગુસ્સે થઈ ગઈ! તેણે તરત જ નજીકના પોલીસ સ્ટેશને ફોન લગાવ્યો..અને ગુસ્સામાં બોલી કે, "અહીં સેન્ટ્રલ પાર્કમાં એક "કાળિયો" મારી સાથે ગેરવર્તન કરે છે. તમે જલ્દી આવો" ફોન કાપીને.. તેણીએ ગાર્ડ સામે જોઈ ફરી એ જ શબ્દો બોલી કહ્યું.." હવે તારી ખેર નથી કાળિયા હમણાં પાંચ જ મિનિટમાં પોલીસ આવી તને સીધો કરશે"
વાત હવે રોમાંચક મોડ પર આવી છે!
પોલીસ પાંચ મિનિટમાં જ આવી જાય છે. તે પેલા ગાર્ડને કશું નથી કહેતી.. પોલીસ એમી કુપરની ધરપકડ કરે છે અને પોતાની ફરિયાદ બુક માં પહેલેથી લખીને આવે છે કે, " ફરિયાદ લક્ષી આવેલ કોલમાં એક મહિલાએ નસ્લીય ભેદભાવ વાળા શબ્દો વાપરી ફરિયાદ કરેલ છે કે, તેણીને કોઈ સેન્ટ્રલ પાર્કનો કર્મચારી પરેશાન કરે છે "
પોલીસે ત્યાં રહેલાં સીસીટીવી કેમેરામાં પણ રેકર્ડ થયેલાં શબ્દો પણ સાંભળ્યા અને એમી કૂપર સામે જ ખોટી માહિતી આપી ફરિયાદ કરવાની કોશિશ કરવી અને વંશીય ભેદભાવ કરવા બદલ ફરિયાદ દાખલ કરી દીધી..!
આ સમાચાર ફરિયાદના બે કલાક બાદ ત્યાંની લોકલ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા! એમી કૂપર ને નોકરી પર રાખતી સંસ્થાએ તે જ ક્ષણે તેને નોકરીમાંથી કાઢી મૂકતો પત્ર મોકલ્યો! અને એમાં લખ્યું અમે નસ્લીય ભેદભાવ કરતા કર્મચારીને નોકરી પર રાખતા નથી!
હજુ વાત અટકી નથી!
એમી જે પાળેલું કૂતરું લઈને આવી હતી તે કૂતરું તેણે એક સોશ્યલ સંસ્થા પાસેથી બે દિવસ પહેલાં જ ખરીદેલું. તે સંસ્થાએ તે કૂતરું તેની પાસેથી પરત લઈ લીધું અને ઓફિશિયલ જાહેરાત કરી કે, અમે સામાજિક સંસ્થા છીએ. અમે એવા માણસોને કૂતરું આપી ન શકીએ કે જેનામાં માનવતાનો છાંટો પણ ન હોય. અમને લાગે છે તે અમે આપેલ કૂતરાને બરાબર સંભાળી નહીં શકે!
એમી પર કેસ ની પ્રક્રિયા ચાલતી હતી તે દરમ્યાન તેણે બે થી ચાર જગ્યાએ નોકરી માટે અરજી કરી પણ બધી જગ્યાએ એકજ જવાબ મળ્યો તમે કરેલી નસ્લીય ટિપ્પણીઓ ખૂબ આઘાત પહોંચાડનારી હતી. જેનાથી અમારી પણ છબી ખરાબ થઈ શકે છે! સોરી નો જોબ!
આખરે એમી એ ગુન્હો કબૂલ કર્યો અને ખાતરી આપી કે ભવિષ્યમાં હું આવું કોઈ ગેરવર્તન નહીં કરું! કોર્ટએ તેને છ મહિના માટે નાગરિક તાલીમ કેન્દ્રમાં સારા સંસ્કારો મેળવવા માટે મોકલી આપી... જ્યાં તેને સામાજિક ન્યાયના પાઠ ભણાવશે!
આને મહાન દેશ કહેવાય! તમને અચરજ થશે! આમાં જે ગાર્ડ હતો તે ફરિયાદી જ નહોતો બન્યો! પોલીસે જ જાતે બધી કાર્યવાહી કરી લીધી હતી! અને બધા પોલીસ વાળા પાછા ધોળા જ હતા!
adv vijay makwana ની ફેસબુક વોલ પરથી.