ગૂગલની નોકરી છોડીને સમોસા વેચી રહ્યો છે એમબીએ સ્ટુડન્ટ
June 19, 2025•380 words
👉🏻 કેટલાક લોકો એવા હોય છે જેમને ઉંચા પગારની નોકરી કરતાં કંઇક અલગ કરવું છે
👉🏻 કેટલાક લોકો એવા હોય છે જેમને ઉંચા પગારની નોકરી કરતાં કંઇક અલગ કરવું છે. સામાન્ય રીતે ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ આવી મોટી કંપનીમાં નોકરી કરતો કોઇ યૂવક નોકરી છોડીને પોતાના સપના પાછળ ભાગે તે મોટી વાત કહેવાય. એક યૂવકે આવું જ કર્યું. એમબીએનો અભ્યાસ કર્યા બાદ ગૂગલમાં નોકરી આ યૂવકને પોતાના સપનાની પાછળ ભાગતા ન રોકી શકી અને તેણે શરૂ કર્યું પોતાનું કામ. સમોસા વેચવાનું કામ અને નામ છે વોહરી કિચન. જો કે આ કોઇ સામાન્ય સમોસા નથી. મુનાફને ફોર્બ્સની યાદીમાં પણ જગ્યા મળી છે.
💁🏻♂ માતાને બિઝી રાખવાનો ઇરાદો
ગૂગલમાં નોકરી કરી રહેલા એમબીએ મુનાફ કાપડીયા આખો દિવસ જોબના કારણોસર બહાર રહેતા હતા. આ સમયગાળા દરમ્યાન તેમની માતા નફીસાનો સમય ટીવી જોવામાં જતો હતો. મુનાફના વોહરા કિચનનો પાયો વાસ્તવમાં તેની માતાને બિઝી રાખવાના વિચારમાંથી આવ્યો. વોહરા સમુદાયના કેટલાક વ્યંજન ઘણાં જ સ્વાદિષ્ટ હોય છે જેમ કે મટન સમોસા, નરગિસ કબાબ, ડબ્બા ગોશ્ત, રાઇસ કઢી વગેરે અને નફીસાના હાથના સ્વાદથી મુનાફ પહેલેથી જ પરિચિત હતો. તેણે અહીંથી જ તેના કામની શરૂઆત કરી.
💁🏻♂ ફિડબેકના આધારે શરૂ કરી ફૂડ સર્વિસ.
મુનાફ એમબીએ હતો જેથી તેણે સૌથી પહેલા પોતાના બિઝનેસ આઇડિયાની સાથે પોતાની શક્તિઓને અને આવડતને પારખવાનો નિર્ણય કર્યો. તેણે ઇ-મેલ, ફોન કોલ અને જાતે મળીને મુનાફે છોકરીઓના એક ગ્રુપને તેના ઘરે આવવા માટે રાજી કર્યા. તેના ફીડબેકના આધારે માતા-પુત્રએ નક્કી કર્યું કે તે હવે પોતાની ફૂડ સર્વિસ શરૂ કરશે.
💁🏻♂ ગૂગલની નોકરી છોડી દીધી -
બન્ને મળીને આનું નામ નક્કી કરી લીધું – વોહરી કિચન. આ તરફ નફીસા પોતાના હાથોનો જાદુ વિખેરી રહી હતી અને બીજી તરફ મુનાફ તેના પ્રચારમાં લાગેલા હતા. પછી એવો સમય આવ્યો જ્યારે મુનાફને લાગ્યું કે હવે તેમને ગૂગલની નોકરી છોડીને પોતાના કિચન પર ફુલ ટાઇમ આપવો જોઇએ
💁🏻♂ 3 કરોડનો છે ટાર્ગેટ -
તેમની સ્ટોરી એટલી ફેમસ થઇ કે ફોર્બ્સે અંડર 30 એચીવર્સની યાદીમાં તેમનું નામ સામેલ કરી દીધું. નફીસાનો કીમો સમોસા અને રાન લોકોને પસંદ આવ્યા. છેલ્લા એક વર્ષ દરમ્યાન તેમનું ટર્નઓવર 50 લાખનું રહ્યું અને આવતા એક વર્ષમાં તેમણે 3 કરોડ સુધી લઇ જવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેઓ એક સેન્ટ્રલ કિચન મેન્ટેન કરી રહ્યા છે. જ્યાંથી લોકોને સમોસા અને અન્ય ડિશ મોકલાય છે. એકવાર ચીજો વધુ સ્થિર થઇ જશે પછી મુંબઇ, દિલ્હી, બેંગાલુરૂ અને કદાચ ન્યૂયોર્કમાં પણ રેસ્ટોરન્ટ ખોલવાની યોજના તેમની છે.