'પુરાણ' એટલે શું?

પુરાણ એને કહેવાય છે, જે સૃષ્ટિના આરંભથી લઈને સંપૂર્ણ ઇતિહાસની તારવી કાઢેલી મહત્ત્વપૂર્ણ વાતોનો એ રીતે ઉલ્લેખ કરે કે જેથી વર્તમાન સમાજ પોતાની પરંપરા સમજીને એને સુરક્ષિત કરી શકે અને તેનું સંવર્ધન કરવાને યોગ્ય બને. ઋગ્વેદમાં પણ આદેશ છે કે, માણસોએ ઋષિઓની પરંપરાઓ અનુસાર 'પુરાણવત્' આચરણ કરવું. બધાં પુરાણમાં રામાયણ અને મહાભારત જોડી દેવામાં આવે તો તેને 'ઇતિહાસ' કહેવામાં આવતો, જેની પ્રતિષ્ઠા 'પાંચમા વેદ' તરીકે થતી! ઋષિઓ દ્વારા સ્થાપિત સનાતન ધર્મ પર ચાલનાર સમાજના સાંસ્કૃતિક ઇતિહાસને 'પુરાણ' અથવા 'ઇતિહાસ' કહેવાતો, જેનાં અભ્યાસથી વર્તમાન સમાજના સંસ્કાર સુધરતા.

વીતી ગયેલી વાતો એટલે ઇતિહાસ? ના, જો બીત ગઈ સો બાત ગઈ! તો ઇતિહાસ એટલે શું? આજે પણ આપણી ધમનીઓમાં ઋષિઓ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠિત જે સંસ્કાર ધડકે છે, એને 'ઇતિહાસ' કહેવામાં આવતો. ઇતિહાસ હું છું, તમે છો, ચારેતરફ અને અંદર પણ જે કંઈ વાસ્તવમાં 'છે' એ બધું ઇતિહાસ છે. ઇતિહાસ કદી મરતો નથી, જે મરે એ ઇતિહાસ ના હોય, બકવાસ હોય. મનુષ્ય અને સમાજની ઓળખાણ ઇતિહાસ જ બનાવે છે. ઇતિહાસ ભૂલી જવાથી એ જ હાલ થાય છે, જે મેમરી કાઢી લીધા પછી કોમ્પ્યુટરનો થાય છે. કોઈ આવીને આપણી અસલ ઓળખ ભૂલાવવાનાં ઉદ્દેશ્યથી ખોટા ઇતિહાસની 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' ભણાવી દે તો પરિણામ એવું જ આવવાનું જેવું કોમ્પ્યુટરમાં વાઇરસ ઘૂસે ત્યારે આવે છે!

'પુરાણ'ની પ્રાચીન પરિભાષા અનુસાર કેટલીક અનિવાર્ય શરતોને જે ગ્રંથ પૂર્ણ કરી શકે તેને જ પુરાણ માનવામાં આવે છે. પહેલી શરત એ છે કે, કોઈ પણ પુરાણનો આરંભ 'સર્ગ'થી થવો જોઈએ. સર્ગનો અર્થ છે : સૃષ્ટિનું સર્જન. પુરાણકારોનું એવું માનવું છે કે, સૃષ્ટિની રચના બ્રહ્માજીએ મેરુ પર્વતનાં શિખર પર બેસીને કરેલી. એટલે પુરાણનો આરંભ પણ મેરુથી જ થવો રહ્યો.

વિશ્વની બધી જ પ્રમુખ ઘટનાઓનું જ્યોતિષિય વિશ્લેષણ જે કુંડળીઓ દ્વારા કરવામાં આવે છે તે મેરુ પર્વતના શૂન્ય અક્ષાંશ(વિષુવવૃત્ત) અને રેખાંશ(ગ્રીનવિચથી ૩૭ અંશ ૧૮ કળા પૂર્વ)થી જ બનાવવી રહી, તો જ સાચો ફળાદેશ મળી શકે. તમે જ્યાં જન્મ્યા હોવ ત્યાંના અક્ષાંશ-રેખાંશ મુજબ તમારી કુંડળી બને છે, તો સંસાર જ્યાંથી પેદા થયો ત્યાંથી જ એની પણ કુંડળી બનવી જોઈએ.

અંગ્રેજોએ જાણીજોઈને 'મેરુ' પર્વતનું નામ બદલીને 'માઉન્ટ કેન્યા' કરી દીધું, પરંતુ કેન્યાની સ્થાનિક ભાષામાં આજે પણ એ પર્વતને 'મેરુ' કહેવામાં આવે છે. એ પર્વતનાં મૂળમાં 'મેરુ' નામનું પ્રસિદ્ધ નગર છે, જે મેરુ પ્રાન્તની રાજધાની છે. 'કિન્યન-ગિરી' તો ત્યાંથી બહુ દૂર આધુનિક ટાન્ઝાનિયામાં છે. બ્રિટનની એક એન્થ્રોપોલોજીની પુસ્તકમાં વાંચ્યું હતું કે, કેન્દ્રીય આફ્રિકામાં સંસ્કૃત નામવાળા સ્થળો પાછળનું કારણ સ્પષ્ટ નથી થતું. પરંતુ ભાષાવિજ્ઞાન અને ઇતિહાસનાં નામે બકવાસ ભણાવનારા તો ઢોંગ કરે છે કે, તેમને કેન્દ્રીય આફ્રિકા સાથે સંસ્કૃતના સબંધની કોઈ જાણકારી જ નથી. એમને તો એટલી જ ખબર છે કે, પૂર્વીય યુરોપના સ્લોવાકિયાના કોઈ જિલ્લામાંથી મુઠ્ઠીભર આર્યો ભારતમાં આવ્યાં અને ગોરી ચામડીવાળી પોતાની શ્રેષ્ઠતાનાં બળથી ભારતના નાગરિક સભ્યતાવાળા વિકસિત અનાર્યોને હરાવીને ગુલામ બનાવી લીધા!

આફ્રીકી ભાષાઓનું પ્રાચીન સાહિત્ય ઉપલબ્ધ નથી. વર્તમાનકાળની ભાષાઓમાં એટલું અત્યધિક પરિવર્તન થઈ ચૂક્યું છે કે એની તપાસ દ્વારા સંસ્કૃત કે કોઈપણ પ્રાચીન ભાષા સાથેનો તેનો સબંધ શોધવો લગભગ અશક્ય છે. મૌર્યકાળથી લઈને ગુપ્તકાળ સુધીના યુગમાં કોઈપણ ભાષામાં ભાષિક રૂપોમાં સંરચનાત્મક પરિવર્તનોની સરેરાશ સંખ્યા એક શબ્દમાં બેથી ત્રણ સુધીની જ હતી, એટલે ઘણાબધા શબ્દોમાં પ્રાચીન રૂપ અથવા એની સાથે મળતાં રૂપ બચ્યાં હતાં. પરંતુ ૧૯મી સદીના અંતમાં કેન્દ્રીય આફ્રીકાની ભાષાઓની ભાળ મળી ત્યાં સુધીમાં તો એક સરેરાશ શબ્દમાં ૬ જેટલાં પરિવર્તન થઈ ચૂક્યાં હતાં, એના આધાર પર મૂળ રૂપને પકડવું અસંભવ છે. (આ વિદ્યાને Glotto-chronology કહેવાય છે, આક્રમણખોરોના નસ્લવાદે તેની પણ ઘોર ખોદી નાખી.)

અનેક પુરાણો અને સૂર્યસિદ્ધાંત જેવા ભારતના પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ લખાયેલું છે કે, 'ભૂગોળમધ્ય(વિષુવવૃત્ત)માં જમ્બૂનદી(જામ્બેજી)ના રત્નપૂરિત પ્રદેશમાં વિશ્વનો વિશાળત્તમ મેરુ પર્વત છે.' — જે ભૂકેન્દ્રથી માપવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટની તુલનામાં ૩૫૭૬ મીટર વધારે ઊંચો છે! અંગ્રેજોએ કાલ્પનિક સમુદ્રતટથી પર્વતોની ઊંચાઈ માપવાનો નવો રસ્તો શોધ્યો. માઉન્ટ એવરેસ્ટ પાસે ક્યો સમુદ્રતટ છે? પૃથ્વી પર બધે તો સમુદ્રતટ ભૂકેન્દ્રથી એકસમાન અંતરે હોય નહી. પણ ભૂકેન્દ્ર તો એક જ છે. મેરુમાંથી જ પ્રાચીન લેટિન શબ્દ 'મેરીડિયન' બન્યો હતો, જેનાં ધાતુ 'મેર્'નો એ જ અર્થ થાય છે જે સંસ્કૃતમાં છે - 'માપવું'.

દક્ષિણ અમેરિકામાં એક જ્વાળામુખી છે 'કોટિપક્ષી'. ઇન્કા સામ્રાજ્યને નષ્ટ કરનારા સ્પેનિશ ડાકૂઓએ તેને 'Cotopaxi' કહ્યો. એ ડુંગર મેરુ પર્વતથી પણ ૫૨૧ મીટર (કાલ્પનિક સમુદ્રતળની તુલનામાં ૬૯૮ મીટર) વધુ ઊંચો છે પણ એન્ડીઝ પર્વતમાળા બહુ પાતળી હોવાને કારણે વિષુવવૃત પર એનો ભાર ઓછો છે. જ્યારે આખું કેન્દ્રીય આફ્રીકા જ પર્વતીય અને પઠારી છે, જેથી ન્યુટને પણ પ્રિન્સિપિયામાં લખ્યું કે કેન્દ્રીય આફ્રીકાનો પર્વતીય ઉભાર પૃથ્વીની ગતિ પર gyroscopic નિયંત્રણ રાખે છે - અર્થાત્ મેરુ પર્વતથી પૃથ્વી ટકેલી છે. સંસ્કૃતમાં પર્વતને 'નાગ' પણ કહેવાય છે. સંપૂર્ણ સૃષ્ટિનું એ જ કેન્દ્ર, આદિ અને અંત છે. મહાપ્રલય થવા પર કેવળ એ જ નાગ શેષ બચે છે, જેનાં પર બધું ટક્યું છે.

આમ, કોટિપક્ષીની સરખામણીમાં મેરુનું મહત્ત્વ અધિક છે. પરંતુ મેરુથી પણ વધારે ઊંચો હોવાને કારણે કોટિપક્ષીનું પણ પોતાનું મહત્ત્વ ઓછું નથી. ત્યાંથી મેરુનું અંતર એટલું જ છે જેટલો વિષુવવૃત્તીય ભૂ-વ્યાસાર્ધ(રેડિયસ) છે.

કોઈ વૃત્તની પરિધિ પર વ્યાસાર્ધને તુલ્ય ચાપ બનાવવામાં આવે તો વૃત્ત-કેન્દ્ર પર એ એક 'ત્રિજ્યા'નો કોણ બનાવે છે, જેનું માન પ્રાચીન પુરાણો(જેમ કે નારદ-પુરાણ) અને જ્યોતિષ-સિદ્ધાંતના ગ્રંથોમાં ૩૪૩૮ કળા બતાવવામાં આવ્યું છે. એક અંશ(ડિગ્રી)માં ૬૦ કળા હોય છે. આમ, એક ત્રિજ્યામાં ૫૭.૩ અંશ હોય છે જેને યુરોપમાં એક 'રેડિયન'નો ખૂણો કહેવામાં આવે છે. અર્થાત્ રેડિયસ(વ્યાસાર્ધ)ને સમાન પરિધિનો અંશ કેન્દ્ર પર એક રેડિયન કોણ બનાવે છે. પાઠ્યપુસ્તકોએ ત્રિજ્યાને કોણને બદલે લંબાઈ ઘોષિત કરી દીધી અને એને રેડિયનને બદલે રેડિયસ(વ્યાસાર્ધ)નો પર્યાય બતાવવામાં આવી. જેથી કરીને ઉચ્ચ કોટિનાં સમગ્ર ગણિતનો આધાર એવા રેડિયનની શોધ અને તેનાં મહત્ત્વને સ્થાપિત કરવાનો શ્રેય યુરોપને મળે.

સમકોણ ત્રિકોણમાં વાંછિત ખૂણાની સામેની બાજુને 'ભુજ' કહેવાતી, અને એ ખૂણાના આધારને 'કોટિ'. બધાં જ પ્રાચીન ગ્રંથોની શબ્દાવલિ આ પ્રમાણે જ છે, ચાહે તે નારદપુરાણ હોય કે જ્યોતિષ-સિદ્ધાંત. પણ હા, ત્રિકોણ સમકોણ ના હોય તો આ શબ્દોનો પ્રયોગ ના થતો. પરંતુ મેરુ તો બધા ત્રિકોણ કે વર્તુળો વગેરેનું મૂળ છે. આથી, મેરુદન્ડનો પાર્થિવ અંશ(ભૂકેન્દ્રથી લઈને મેરુ સુધી) 'ભુજ' કહેવાયો, અને બે ત્રિજ્યા દૂર સ્થિત વ્યાસને 'કોટિ' કહેવામાં આવ્યો, જેના માથે જ્વાળામુખી છે.

'કોટિપક્ષી'(Cotopaxi) પર્વતની મેરુથી શુદ્ધ ગણતરી કરો તો બે ત્રિજ્યા(રેડિયન) ખૂણો માનવા પર 'કોટિપક્ષી'નો અક્ષાંશ વિષુવવૃત પર નહી પરંતુ થોડો દક્ષિણમાં તથા રેખાંશ મેરુથી બે ત્રિજ્યાની અપેક્ષાએ થોડો પશ્ચિમમાં છે. એનું કારણ છે સૃષ્ટિનું વાસ્તવિક કેન્દ્રનું પાર્થિવ મેરુ પર્વતથી પણ ઊંચે આકાશમાં સ્થિત હોવું, જેનું ગણિત જટિલ છે. તેને અણદેખ્યું કરો તો 'લગભગ' આંકડા મળી જાય છે.

'કોટિપક્ષી'ના મહાદેશમાં જ દેવતાઓ દ્વારા સ્થાપિત નગર 'સિદ્ધપુર' હતું, જેનો ડઝનેક પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે - ઉજ્જૈનના રેખાંશ પર વિષુવવૃત્તીય દિવ્ય નગર લંકા(શ્રીલંકા નહી) દેવતાઓએ સ્થાપિત કરી, જેની બીજી બાજુ સિદ્ધપુર દિવ્ય નગર હતું. સિદ્ધપુરનો રેખાંશ હતો ગ્રીનવિચથી અંદાજે ૧૦૪ અંશ પશ્ચિમ, અર્થાત્ વર્તમાન મેક્સિકોમાં. પરંતુ જો બિલકુલ ૧૮૦ અંશ ન લઈને લગભગ લેવામાં આવે તો 'કોટિપક્ષી'ની પાસે જ સિદ્ધપુર હોવું જોઈએ, કેમ કે ગ્રંથો કહે છે કે તે વિષુવવૃત્ત પર હતું. લંકાની જેમ તે પણ દિવ્ય નગર હતું, માનવો માટે વર્જિત.

માત્ર તાલવ્ય 'શ' જ નહી, બધું જ મેરુ પર્વતમાંથી નિકળ્યું છે. સમતળ મેદાન પર કોઈ પણ પર્વતમાળા વગર એકલો સવા પાંચ કિલોમીટર ઊંચો વિષુવવૃત્તીય આફ્રીકાના ગરમ પ્રદેશમાં પિરામીડની આકૃતિવાળો બર્ફીલો મેરુ પર્વત આખા સંસારનું એક અનોખું આશ્ચર્ય છે. માઉન્ટ એવરેસ્ટ પણ પોતાની આસપાસનાં ધરાતળથી માત્ર ૩૦૦ મીટર વધારે ઊંચો છે.

મૂળ સ્ત્રોત : વિનય ઝા
સંકલન; પ્રવિણસિંહ ગોહીલ


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts