જમાનો ગમે તેટલો મોર્ડન હોય પણ બાપ આખરે બાપ હોય

એક વાર એક બાપ પોતાના દીકરાને મળવા શહેર માં આવે છે.
ત્યાં એના છોકરા જોડે ફ્લેટ માં એક ખુબસુરત છોકરી પણ રહેતી
હતી.
ત્રણે જણ સાંજે જમવા માટે ડીનર ટેબલ પર બેસે છે.
બાપ: “બેટા તારી જોડે આ છોકરી કોણ છે?”
છોકરો: “પપ્પા આ છોકરી મારી રૂમ-પાર્ટનર છે, અને મારી સાથે
રહે છે.”
છોકરો: “મને ખબર છે કે તમે શું વિચારો છો, પણ અમારા બંને
વચ્ચે કોઈ એવી રીલેશનશીપ નથી. અમારા બન્નેના રૂમ જુદા
જુદા છે અને અમે અલગ અલગ જ સુઈયે છીએ. અમે બંને ફક્ત
એક સારા ફ્રેન્ડ છીએ.”
બાપ: “ઠીક છે બેટા.”
…બીજા દિવસે એનો બાપ પાછો ગામડે જતો રહે છે.
(એક સપ્તાહ બાદ)
છોકરી: “સાંભળ, ગયા રવિવારે તારા પપ્પાએ જે પ્લેટ માં ડીનર
કર્યું હતું તે પ્લેટ ગાયબ છે. મને તો શક છે કે પ્લેટ તારા
પપ્પએજ ચોરી હશે.”
છોકરો: “શટ-અપ, આ તું શું બોલે છે? મારા પપ્પા ચોર નથી.
છોકરી: તું એક વાર તારા પપ્પાને પૂછી તો જો. પૂછવામાં શું વાંધો
છે? ભૂલથી લઇ ગયા હોય..
છોકરો: ઓકે.
છોકરો એના બાપને ઈ-મેલ લખે છે.
ડીયર પપ્પા,
હું એમ નથી કહી રહ્યો કે તમે પ્લેટ ચોરી છે,
હું એમ પણ નથી કહી રહ્યો કે તમે પ્લેટ નથી ચોરી.
જો તમે ભૂલથી પ્લેટ લઇ ગયા હોવ તો પ્લીસ પ્લેટ પાછી
પહોચાડી દેજો. કેમ કે એ પેલી છોકરીની લક્કી પ્લેટ છે.
લી: તમારો સન…
એના પપ્પાએ એને એક કલાક રહીને જવાબ મોકલ્યો.
ડીયર બેટા,
હું એમ નથી કહી રહ્યો કે તારી રૂમ-પાર્ટનર તારી સાથે સુવે છે.
હું એમ પણ નથી કહી રહ્યો કે તારી રૂમ-પાર્ટનર તારી જોડે નથી
સુતી.
…પાછલા પુરા અઠવાડિયામાં એ છોકરી એક વાર પણ જો
પોતાના રૂમમાં સુવા ગઈ હોત તો એને તકીયાની નીચેજ પ્લેટ
મળી ગઈ હોત. જે મેં ત્યાં સંતાડી હતી.
લિ: તારો બાપ…
જમાનો ગમે તેટલો મોર્ડન હોય પણ
બાપ આખરે બાપ હોય


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts