ભગવાન શ્રીરામના પૂર્વજોના નામ
June 27, 2025•393 words
આપણે અત્યાર સુધી મુઘલોનો ઇતિહાસ ભણતા આવ્યા છીએ. અકબર, હુમાયું, અને બાબરના બાપ દાદાઓના નામ આપણે જાણીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રીરામના દાદા-પરદાદાનું નામ શું હતું? જો નહિ, વિચાર્યું હોય તો જાણો. દરેક હિન્દુ સનાતનીઓને આનું જ્ઞાન હોવું જ જોઈએ. અને હવે તો એન.સી.ઈ.આર.ટી. ના પાઠ્ય પુસ્તકોમાથી પણ મુઘલોનો ઇતિહાસ હટાવીને હિન્દુ રાજા રજવાડાઓનો ઇતિહાસ અને મહાકુંભના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો દરેક હિન્દુઓને આના વિષે જ્ઞાન હોવું જ જોઈએ.
1 – બ્રહ્માજીમાંથી મરીચિ થયા,
2 – મરીચિના પુત્ર કશ્યપ થયા,
3 – કશ્યપના પુત્ર વિવસ્વાન હતા,
4 – વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુના સમય દરમિયાન મહાપ્રલય થયો હતો,
5 – વૈવસ્વત મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું. ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી,
6 – ઇક્ષ્વાકુના પુત્ર કુક્ષિ થયા,
7 – કુક્ષિના પુત્ર વિકુક્ષિ થયા,
8 – વિકુક્ષિના પુત્ર બાણ થયા,
9 – બાણના પુત્ર અનરણ્ય થયા,
10 – અનરણ્યમાંથી પૃથુ થયા,
11 – પૃથુમાંથી ત્રિશંકુનો જન્મ થયો,
12 – ત્રિશંકુના પુત્ર ધુંધુમાર થયા,
13 – ધુંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,
14 – યુવનાશ્વના પુત્ર માન્ધાતા થયા,
15 – માન્ધાતાથી સુસંધિનો જન્મ થયો,
16 – સુસંધિના બે પુત્રો થયા – ધ્રુવસંધિ અને પ્રસેનજિત,
17 – ધ્રુવસંધિના પુત્ર ભરત થયા,
18 – ભરતના પુત્ર અસિત થયા,
19 – અસિતના પુત્ર સગર થયા,
20 – સગરના પુત્રનું નામ અસમંજ હતું,
21 – અસમંજના પુત્ર અંશુમાન થયા,
22 – અંશુમાનના પુત્ર દિલીપ થયા,
23 – દિલીપના પુત્ર ભગીરથ થયા, જેમણે ગંગાને પૃથ્વી પર ઉતારેલી.
24 – ભગીરથના પુત્ર કકુત્સ્થ થયા,
25 – કકુત્સ્થના પુત્ર રઘુ થયા. રઘુના અત્યંત તેજસ્વી અને પરાક્રમી નરેશ થવાના કારણે તેમના પછી વંશનું નામ રઘુવંશ પડ્યું. તેથી શ્રીરામના કુળને રઘુકુલ પણ કહેવામાં આવે છે,
26 – રઘુના પુત્ર પ્રવૃદ્ધ થયા,
27 – પ્રવૃદ્ધના પુત્ર શંખણ થયા,
28 – શંખણના પુત્ર સુદર્શન થયા,
29 – સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું,
30 – અગ્નિવર્ણના પુત્ર શીઘ્રગ થયા,
31 – શીઘ્રગના પુત્ર મરુ થયા,
32 – મરુના પુત્ર પ્રશુશ્રુક થયા,
33 – પ્રશુશ્રુકના પુત્ર અંબરીષ થયા,
34 – અંબરીષના પુત્રનું નામ નહુષ હતું,
35 – નહુષના પુત્ર યયાતિ થયા,
36 – યયાતિના પુત્ર નાભાગ થયા,
37 – નાભાગના પુત્રનું નામ અજ હતું,
38 – અજના પુત્ર દશરથ થયા,
39 – દશરથના ચાર પુત્રો થયા – શ્રીરામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન.
આ રીતે બ્રહ્માજીથી શરૂ થયેલી ૩૯મી પેઢીમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો.
શેર કરો જેથી દરેક હિંદુને આ માહિતીની જાણ થાય.