ગૃહિણી

રસાયણશાસ્ત્ર નો કોઈ અભ્યાસ ન હોય, પણ રસોડું તો એક પ્રયોગશાળા જ ગણાય. દૂધમાં સાઇટ્રિક એસિડ ઉમેરી પનીર બનાવવું, ...સોડિયમ બાઈકાર્બોનેટ થી કેક ફુલાવવી.

ચમચીથી સોડિયમ ક્લોરાઇડ નું ચોક્કસ પ્રમાણ તોલતી, ...રોજ કેટલાય પ્રયોગો કરી નાખે છે. ...પણ પોતાને કોઈ વૈજ્ઞાનિક નહીં, માત્ર ગૃહિણી જ માને છે."

રસોઈ ગેસના ભાવ વધે કે શાકભાજી મોંઘી થાય, ...પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય કે તેલમાં ઉછાળો આવે, ...ઘરના બગડેલા બજેટને ઝટપટ સંભાળી લે છે. ....અર્થશાસ્ત્રી હોવા છતાં, પોતાને માત્ર ગૃહિણી જ માને છે.

મસાલાના નામ પર ભરેલો છે... આયુર્વેદનો ખજાનો. ..આંગણામાં ઉગાડી રાખ્યા છે, ..તુલસી, ને લીમડો... છોટી-મોટી બીમારીઓને તો,
કાવાથી જ ભગાડવાનું જાણે છે. પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે."

સુંદર રંગોળીઓ અને મહેંદીમાં, નજર આવે છે તેમની ચિત્રકારી. સુવ્યવસ્થિત ઘરમાં ઝળકે છે, તેમની કલાકારી. "ઢોલક ના તાલ પર ગીત ગાતી-નાચતી, કેટલીય કળાઓ જાણે છે, પણ ...પોતાને માત્ર ગૃહિણી જ માને છે."🪀

સમાજશાસ્ત્ર કદાચ ભણ્યું પણ નહીં હોય, પણ, પરિવારને ઉન્નત કરી, સમાજની ઉન્નતિમાં, પૂરું યોગદાન આપે છે. ...પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે."#આવકાર™️

મનોવૈજ્ઞાનિક ભલે ન હોય, પણ ઘરમાં બધાનું મન વાંચી લે છે. રિશ્તાઓના ઉલઝેલા તાણાને, સુલઝાવવા ખૂબ જાણે છે. ...પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે."

યોગ-ધ્યાન માટે સમય નથી, એવું ઘણીવાર કહે છે, અને પ્રાર્થનામાં મન લગાવી, ઘરની કુશળતા માંગે છે. ...પોતાને માત્ર ગૃહિણી જ માને છે."

આ ગૃહિણીઓ ખરેખર મહાન છે, કેટલાય ગુણોની ખાણ છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં, અહંકાર નથી કરતી. ...પોતાને માત્ર ગૃહિણી જ માને છે."

પરિવાર માટે હંમેશા તત્પર રહેતી દરેક ગૃહિણી ને *સમર્પિત... દરેક ગૃહિણીને શેર કરશો...


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts