ભારતની 10 વિચિત્ર ચોંકાવનારી પરંપરાઓ.

ભારતના જુદાજુદા રાજ્યોમાં વિવિધ પરંપરાઓ અને રસમ માનવામાં આવે છે. આમાની કેટલીક રસમ તો એવી હોય છે જેમના પર વિશ્વાસ મુકવો અઘરો લાગે. કેટલીક જગ્યાએ રીત-રીવાજોના નામે કોઈના લગ્ન કૂતરા સાથે કરાવી દેવામાં આવે છે તો ક્યાંક દેડકાઓની લગ્ન કરાવવામાં આવે છે. ક્યાંક તો પોતાની બાધા પૂર્ણ કરવા માટે દોડતી ગાયના રસ્તામાં લોકો સૂઈ જાય છે. આજે અમે તમને દેશના આવા 10 ઇન્ટરેસ્ટિંગ રીતિ-રિવાજો વિશે વાત કરવાના છીએ.

  1. લગ્ન માટે કુંવારા છોકરાઓને મારે છે લાકડીઓથી, નથી લઠમાર
    રાજસ્થાનના જોધપુરમાં કુંવારા છોકરાઓને લાકડીથી મારવાનો રિવાજ છે. એમને મારવાનું કામ પરણિત સ્ત્રીઓ કરે છે. છોકરાઓ જરાય વિરોધ કર્યા વિના માર ખાય છે. એનું કારણ છે આ પરંપરા પાછળની ભાવના... એવું માનવામાં આવે છે જે છોકરાને માર પડે તેના આગલા વર્ષે લગ્ન થઈ જાય છે. આ દિવસે સ્ત્રીઓ સાજ-શણગાર કરીને લાઠી હાથમાં લઈ રસ્તા પર નીકળે છે.

  2. ગળા સુધી દફનાવાય છે બાળકો
    ગુલબર્ગના મોમિનપુરમાં લોકો પરંપરાના નામે પોતાના જ બાળકને માટીમાં દફનાવે છે. એવી માન્યતા છે કે માટી પવિત્ર હોય છે. તેથી એની અંદર જવાથી બાળકની માનસિક અને શારીરિક તકલીફો દૂર થઈ જાય છે. આ પરંપરામાં બાળકને છ કલાક સુધી ગળા સુધી માટીમાં દબાવીને રાખવામાં આવે છે.

  3. પહાડ કહે છે દિકરો થશે કે દીકરી
    ઝારખંડના બેડોના પ્રખંડના ખુખરા ગામમાં એક અનોખી પરંપરા 400 વર્ષથી ચાલી આવે છે. આ ગામમાં એક પહાડ છે જેમાં ચંદ્રની આકૃતિ બનાવવામાં આવી છે. માનવામાં આવે છે કે આ ચંદ્ર જન્મનાર બાળકનું લિંગ બતાવે છે. સગર્ભા મહિલાઓ ચોક્કસ અંતરે ઊભી રહીને આકૃતિ પર પથરો ફંકે છે. જો પથરો આકૃતિમાં લાગે તો માનવું કે છોકરો થશે અને બહાર વાગે તો છોકરી, ગામ લોકોને આમા અતૂટ વિશ્વાસ છે. તેમનું કહેવું છે કે અહીંથી મળેલા સંકેત હંમેશા સાચા જ હોય છે.

  4. અંધવિશ્વાસમાં કૂતરા સાથે કરાવે છે દીકરીના લગ્ન
    આને પરંપરા નહીં પણ કુરિવાજ જ કહેવાય. ઝારખંડના કેટલાક ભાગોમાં છોકરીઓના લગ્ન કૂતરા સાથે કરાવાય છે. એમનું માનવું છે કે આવા લગ્નથી ગ્રહોની દશા બદલાય છે અને ભૂત-પ્રેતથી છુટકારો મળે છે. આમ તો લગ્ન સાંકેતિક હોય છે પણ તેમાં દરેક રિવાજનું પાલન કરવામાં આવે છે. લોકોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે છે અને વિધિ-વિધાન સાથે લગ્ન કરાવાય છે.

  5. બહેનો આપે છે ભાઈને મરી જવાનો શ્રાપ
    ઉત્તર ભારતના કેટલાક સમુદાયોમાં ભાઈબીજે આ રિવાજ કરવામાં આવે છે. ભાઈબીજે બહેન ભાઈની પૂજા કરે છે. પૂજા કરતી વખતે તે ભાઈને કોસે છે અને મરી જવાનો શ્રાપ આપે છે. જો કે આવો શ્રાપ આપ્યા પછી તે પોતાની જીભને કાંટો મારીને પ્રાયશ્ચિત પણ કરે છે. એવું માનવામાં આવે છે કે ભાઈબીજ(યમ દ્વીતીયા)ના દિવસે આમ કરવાથી ભાઈને મૃત્યુનો ડર નથી રહેતો.

  6. ઇન્દ્ર દેવને રિજવવા માટે દેડકાઓના લગ્ન
    મહારાષ્ટ્રમાં સારો વરસાદ થાય તે માટે દેડકાઓના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન પહેલાં તેમને ફૂલ-હારથી સજાવવામાં આવે છે અને માણસોના લગ્નની જેમ જ વિધિ-વિધાનથી દેડકી-દેડકાના લગ્ન કરાવાય છે. વરમાળા પહેરાવાથી લઈને સિંદૂર પણ પૂરવામાં આવે છે. લગ્ન પછી બંનેને સાથે ગામના તળાવમાં છોડી મૂકવામાં આવે છે.

  7. લોકો પરથી દોડે છે ગાય
    મધ્ય પ્રદેશના ઉજ્જૈનના કેટલાક ગામોમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. આમાં લોકો જમીન પર સૂઈ જાય છે અને તેમની પર ગાયો દોડાવામાં આવે છે. દિવાળીના આગલા દિવસે એકાદશીએ આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. લોકો પોતાની ગાયોને રંગોથી સજાવે છે પછી પોતાના ગળામાં માળા પહેરાવીને રસ્તામાં સૂઈ જાય છે. ગાયોને છુટ્ટી મુકવામાં આવતા જ તે સૂતેલા લોકો પરથી દોડવા લાગે છે.

  8. બાળકના લાંબા આયુષ્ય માટે ચઢાવાય છે દૂધી
    તમે ભગવાનને ફૂલ અને નાળિયેર ચઢતા જોયા હશે પણ છત્તીસગઢના રતનપુરમાં આવેલા શાટન દેવીના મંદીરમાં (બાળકોનું મંદિર)માં દૂધી ચઢાવવામાં આવે છે. સંતાનોના સ્વાસ્થ્ય માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહી દૂધી ચઢાવનારની ઈચ્છાઓ પૂરી થાય છે.

  9. પતિના દિર્ઘાયુ માટે સ્ત્રીઓ જીવે છે વિધવાઓનું જીવન
    ઉત્તરપ્રદેશના ગોરખપુર, દેવરિયા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા ગછવાહ સમુદાયની મહિલાઓ પતિ હોવા છતાં વિધવા જેવું જીવન જીવે છે. જો કે આવું એ માત્ર 4 મહિના જ કરે છે. વાત જાણે એમ છે કે અહીના મોટાભાગના પુરુષો તાડીના વ્યવસાય છે. આ લોકો પોતાનો જીવ જોખમમાં નાંખી 50 ફૂટ ઊંચા ઝાડ પર ચઢીને તાડી કાઢવાનું કામ કરે છે. તેથી જ મહિલાઓ વિધવા જેવું જીવન જીવીને પતિની સલામતિની પ્રાર્થના કરે છે.

  10. સ્વજનના મૃત્ય પર દાન કરે છે શિવલિંગ
    ભારતના સૌથી જૂના મઠોમાં એક છે વારાણસીનો જંગમવાડી મઠ. આ મઠમાં વિચિત્ર પરંપરા ચાલી આવી છે,. જેમાં સ્વજનના મૃત્યુ પછી આત્માની શાંતિ માટે લોકો પિંડદાન નથી કરતા પણ શિવલિંગનું દાન કરે છે. અકાળે મૃત્યુ થયુ હોય તો આત્માની શાંતિ માટે શિવલિંગનું સ્થાપન કરવામાં આવે છે. આ કારણોસર જ એક છત નીચે દસ લાખથી વધારે શિવલિંગ સ્થાપિત થઈ ગયા છે.

(From- divyabhaskar.com | Mar 09,2016 7:00)


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts