બુદ્ધિઆંકમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગને ટક્કર આપી ભારતીય મૂળની છાત્રાએ
June 25, 2025•198 words
જો તમને પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યકિત કોણ છે તો તમારો જવાબ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે સ્ટીફન હોકિંગ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે 11 વર્ષની ભારતના મૂળની એક છોકરીનો બુદ્ધિઆંક આ બંન્ને કરતા વધારે છે.
ભારતીય મૂળની છાત્રા કાશ્મીયા વાહીએ લંડનના મેનસા બુદ્ધિઆંક ટેસ્ટમાં 100 ટકા અંક પ્રાપ્ત કર્યા છે. આ બાદ 11 વર્ષની કાશ્મીયાનો બુદ્ધિઆંક 162 આંકવામાં આવ્યો છે. જયારે આઈન્સ્ટાઈન અને હોકિંગ જેવા મહાન વૈજ્ઞાનિકોનો બુદ્ધિઆંક માત્ર 160 છે.
કાશ્મીયાનું આ વાત પર કહેવું છે કે આઈન્સ્ટાઈન અને હોકિંગ જેવા મોટા વૈજ્ઞાનિકોની હરોળમાં આવવું તે ગર્વની વાત છે. કાશ્મીયાના માતા-પિતા લંડનના ડોઇશ બેન્કમાં કામ કરે છે. પોતાની દીકરીની આ ઉપલબ્ધતાના વિશે તેમણે કહ્યું કે,’અમે ખુબ જ ખુશ છીએ, અમને પહેલાથી જ ખબર હતી કે તેણી ખુબ જ હોશિયાર છે અને આ જ વાત બુધ્ધિઆંકના સ્કોરે સાબિત કરી છે. જો કાશ્મીયા પૂરી મહેનતથી અને ઉર્જાથી કામ કરશે, તો તેણી જરૂર કાંઈક આશ્ચર્યજનક સર્જન કરશે.’
જાણકારી માટે જણાવી દઈએ તો મેનસા બુધ્ધિઆંક ટેસ્ટમાં કુલ 150 સવાલ પૂછવામાં આવે છે, આ ટેસ્ટમાં એડલ્ટને 161 અંક અને છોકરાઓને સૌથી વધુ 162 અંક મળી શકે છે. આ ટેસ્ટમાં 162 અંક લાવી કાશ્મીયા આ લેવલ મેળવી સૌથી ઓછા ઉંમરવાળા બાળકોની લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
(From- Sandesh Feb 14, 2016 17:31)